દોઢીવાળા પરિવાર

આપનું હાર્દિક સ્વાગત કરે છે...
દોઢીવાળા પરિવારની સત્તાવાર વેબસાઇટમાં આપનું સ્વાગત છે

દોઢીવાળા

પરિવાર

દોઢીવાળા પરિવારના પઢિયાર ભુવા
જસ્મીન ભાઈ : +91 98790 75510
ગોત્ર : વશિષ્ઠ

અમારા પરિવારનો વારસો

દોઢીવાળા પરિવારનો ટૂંક ઇતિહાસ

પરમાર વંશના પ્રાચીન સમયમાં રાજા શત્રુધનના સમયમાં ઉજ્જૈનમાં વિગ્રહ થતા માંડલીક મહેતા ત્યાંથી પ્રસ્થાન કર્યું. સંવત ૪૮૪માં ભીમપાળ નગરમાં આવ્યા. સંવત ૬૦૫માં ત્યાંથી શ્રીમાળ નગર આવ્યા, જ્યાં દશા શ્રીમાળી તરીકે ઓળખાયા. ત્યારબાદ અજમેર આવ્યા અને અજમેરા દેશાઈ તરીકે ઓળખાયા. સંવત ૮૮૪નાં આસપાસ ચિત્રપાળ ગચ્છના પૂજ્ય આચાર્ય વીરવિજયસુરીએ પ્રતિબોધ આપી શ્રાવક બનાવ્યા. અજમેરથી સાંચેર, ત્યારબાદ સચીગ્રામ અને કુંભારણા ખાતે વસ્યા. અંબાજી માતાને કુળદેવી સ્વીકારી. બાદશાહના ત્રાસથી સંવત ૧૨૮૮માં કુળદેવીની મૂર્તિ કુવામાં પધરાવી કેટલાક બગસરા અને ઢસા ખાતે વસ્યા, અને તે કુટુંબ ઝાટકિયા તરીકે ઓળખાયું. બાકીના સભ્યો સંવત ૧૩૫૦માં મોરબી આસપાસ આમરણ અને વવાણિયા ખાતે વસ્યા, જ્યાં દેશાઈ તરીકે ઓળખાયા. ત્યારબાદ સંવત ૧૭૮૫માં થાનગઢ વસ્યા અને પ્રથમ દરબારની દોઢીમાં રહ્યા, જેથી તેઓ દોઢીવાળા તરીકે પ્રસિદ્ધ થયા.


પરિવાર વંશવૃક્ષની આવૃત્તિઓ
  • પ્રથમ આવૃત્તિ - ઈ.સ. ૧૯૧૧
  • બીજી આવૃત્તિ - ઈ.સ. ૧૯૬૧
  • ત્રીજી આવૃત્તિ - ઈ.સ. ૨૦૦૪
  • ચોથી આવૃત્તિ - ઈ.સ. ૨૦૨૫