દોઢીવાળા પરિવાર

આપનું હાર્દિક સ્વાગત કરે છે...
દોઢીવાળા પરિવારની સત્તાવાર વેબસાઇટમાં આપનું સ્વાગત છે

દોઢીવાળા

પરિવાર

દરબારગઢ રોરી કો.રાણા ના દવાખાના સામે દોઢીવાળા પરિવાર નો મઢ-યાનગઢ

દોઢીવાળા કુટુંબની દરેક પ્રકારની વિધિ

છેડાછેડી છોડવાની વિધિ વિશે માહિતી

દોઢીવાળા કુટુંબમાં સંતાન-પુત્ર ની છેડા-છેડી, મુળ વતન થાનગઢ માં છોડાય છે. પુત્ર ના લગ્ન પછી તે જ વર્ષે અથવા ત્રીજા,પાંચમા,સાતમા,એમ અઢી વર્ષે છોડાય છે. ચૈત્ર માસમાં છોડાતી નથી. આ સિવાય વર્ષે નાં કોઈ પણ માસના છેડા-છેડી છોડીશકાય.શુકુલ પક્ષ એટલે અજવાળીયામાં જ છોડાય તેમજ વાર-તિથિનો મેળ પણ જાવો જોઇએ.ત્રીજ પાંચમ,સાતમાં વિગેરે જેવી તિથિઓએ છોડાય છેડા-છેડી છોડતી વખતે વર પરણનાર વ્યકિત ની બેનનાં હાથે છોડાય છે.કુટુંબની કોઈ પણ દિકરી નાં હાથે છોડાવી શકાય છે.ત્રતેદશન હોય તો તે પછી પાંચમા દિવસે છેડા-છેડી છોડી શકાય છેડા-છેડી છોડતી વખતે ધરચોળુ, છેડા બંધણુ મોડી અને લગ્ન વખતે પહેરેલા નંગ અને પાનેતર વિગેરે સાથે લાવવાનું હોય છે. છેડા-છેડી છોડવામાં, ગામમાં લગભગ દશ જગ્યાએ વર કન્યા વિધિ કરવા જવું પડે છે. દરેકજગ્યાએ ધીનો દીવો બે લાંબી વાટનો કરવાનો હોય છે.અને દરેક જગ્યાએ બે શ્રીફળ વધેરવાનાં હોય છે.દરેક જગ્યાએ વરના એક શ્રીફળ માંથી પાંચ શેષ અને કન્યાના એક શ્રીફળ માંથી પાંચ શેષ મુકવાની હોય છે.સુરધનદાદા નાં સ્થાનકો છે. ત્યા વહુઓ ઓએ માથે ઓઢી લાજ કાઢવી પડે છે. આમ લગ્નની છેડા-છેડી છોડવાની, દરેક જગ્યા એ વિધિ-દર્શન પતી ગયા પછી બધા શ્રીફળ માંથી શેષ કરી, દોઢીવાળા કુટુંબમાં વહેચાય છે.

છેડાછેડી છોડવા જે.જે જગ્યા જવું પડે છે તે સ્થળ નીચે મુજબ છે:

(૧) છેડાછેડી છોડવાની પ્રથમ વિધિ થાન-સરા રોડના રસ્તે, રેલ્વે ફાટક વટીને સોનાપુર પાસે અસ્થળની જગ્યા સામે ખેતરમાં દાદાના મૂળ પાળીયા છે. ત્યાં છોડાય છે. કન્યાએ લગ્ન સમયે પહેરેલી વસ્તુઓ (પાનેતર છેડા બંધણું વગેરે) પહેરીને જવું પડે છે. પાળીયાને સિંધુર અને ઘી હલવીને લગાડવું અને કુમકુમના પાંચ ચાંદલા કરવા. ઘીનો દીવો કરી બે શ્રીફળ વધેરવા અને દરેકમાંથી પાંચ શેષ મૂકવા. વર-કન્યાએ ચાર ફેરા ફરવાના. પછી બેન અથવા કુટુંબની કોઈ દીકરી છેડાછેડી છોડાવે છે. તેને યોગ્ય ભેટ આપવી. કન્યાએ લાજ કાઢવી પડે છે. અહીં વિધિ કર્યા પછી બીજે ક્યાંય કરવાની નથી.

(૨) પછી સામે અસ્થળની જગ્યામાં શ્રી રામદેવપીરનાં સ્થાનક પાસે જવાનું. ત્યાં દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૩) ત્યાંથી ગામ તરફ આવતા ત્રણ દેરીની જગ્યા સામે લાતીની પાછળ સતીવાવ આવેલી છે. ત્યાં શ્રી સતીમાના ગોખ પાસે દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૪) ત્યારબાદ શ્રી વાસુકીદાદાના મંદિરે જવાનું. ત્યાં વર-કન્યાએ એક-એક શ્રીફળ દડતું મુકવાનું અને દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૫) ત્યારબાદ ગામમાં સ્થા. ઉપાશ્રય પાસે શ્રી તેજપાળ વાધજી પોષધશાળામાં સુરધન દાદાનો ગોખ છે. ત્યાં કન્યાએ લાજ કાઢવી પડે છે. દીવો કરી બે શ્રીફળ વધેરી દર્શન કરવા.

(૬) ત્યાંથી સામે શ્રી માવડી માંનું સ્થાનક (શ્રી ત્રંબકભાઈ લાતીવાળા ના જુના ઘરે) છે. ત્યાં દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૭) બાજુમાં જ શ્રી અંબાજી માતાજીનું સ્થાનક છે. ત્યાં દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૮) ત્યાંથી ફળીયામાં શ્રી દોલીયાપીર દાદાનું સ્થાનક (ઓટલો) છે. ત્યાં દીવો કરી શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૯) ત્યારબાદ દરબારગઢ શેરીમાં જ્યાં ઇંગ્લિશ સ્કૂલ ચાલે છે ત્યાં ગોખલો છે. ત્યાં દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા.

(૧૦) છેલ્લે દેરાસર રોડ પર શ્રી દેરાસરની સામે શ્રી સુરધન દાદાનું સ્થાનક (શ્રી સુખલાલ સવજીના મકાનમાં) છે. ત્યાં દીવો કરી બે શ્રીફળ વધેરી શેષ મૂકી દર્શન કરવા. કન્યાએ લાજ કાઢવી.

નોધ: ઉપરોક્ત માહિતી શ્રીમતી વિજયાબેન ત્રંબકલાલ લાતીવાળા પાસેથી પ્રાપ્ત થયેલ છે અને શ્રીમતી ભુરીબેન હરખચંદભાઈ દોઢીવાળા ના સલાહ-સૂચન મુજબ લખાણ તૈયાર કરેલ છે. કુટુંબના સભ્યોની જાણકારી માટે આ લખાણ તૈયાર કરવામાં આવ્યું છે.

શ્રી સુરધનદાદા ના નિવેદ વિશે માહિતી

શ્રી સુરધનદાદા ના નિવેદ

દોઢીવાળા કુટુંબમાં પરંપરાથી શ્રી દોલીયાપીરના નિવેદ થાય છે. થાનગઢમાં મહાલક્ષ્મી શેરીમાં સ્થા. જૈન ઉપાશ્રય પાસે શ્રી તેજપાલ વાધજી પોષધશાળા નજીક શ્રી દોલીયાપીરનું સ્થાનક આવેલ છે.

આ નિવેદ આસો સુદ ૮ ના દિવસે સવારે કરવામાં આવે છે.

નિવેદમાં ૧ સવા શેર લોટના ચુરમાના લાડવા બનાવવાના હોય છે. સુરધન દાદાના ચોખા વપરાશ મુજબ બનાવવામાં આવે છે.

પાણીયારે શ્રી દોલીયાપીરનો દીવો કરવો. દીવા પાસે એક આખો લાડવો મુકવો અને તેમાંથી પાંચ કોળીયા કરી મુકવા. ચોખામાં પણ ઘી અને ગોળ નાખીને પાંચ પાંચ કોળીયા મુકવા.

લોબાનનો ધુપ કરવો અને ઝારેલ કુંવારકાને ખવડાવવું.

આ વિધિ થયા પછી કુટુંબીઓને જમાડવામાં આવે છે અને ચીજો એઠી છાંડવી નહીં.

(૧૧૦૦ ગ્રામ) ચોખા સાથે રાંધી લેવા અને તેલ ટપાવી પછી ગાયને ખવડાવવા.

નોધ: ઉપરોક્ત નિવેદ વિધિ વિશે વધુ માહિતી કુટુંબના બુઝુર્ગ વડિલો પાસેથી પ્રાપ્ત થઈ શકે છે.

શ્રી અંબાજી માતાજીના નિવેદ વિશે માહિતી

શ્રી અંબાજી માતાજીના નિવેદ

દોઢીવાળા કુટુંબના કુલદેવી શ્રી અંબાજી માતાજી છે. શ્રી માતાજીના નિવેદ મહા સુદ ૮ ના દિવસે કરવામાં આવે છે.

કોઈ કારણસર તે દિવસે નિવેદ ન થઈ શકે તો ચૈત્ર સુદ ૪ (ચૈત્રી નવરાત્રી) દરમિયાન પણ કરી શકાય છે.

આ નિવેદ સવારે અથવા સાંજે બંને સમયે કરી શકાય છે.

નિવેદમાં ૧ સવા શેર ઘી ની સુખડી બનાવવાની હોય છે.

પાણીયારે શ્રી અંબાજી માતાજીનો દીવો કરવો. દીવા પાસે થોડી સુખડી તથા શેષ ત્યાં મુકવા.

આ ધરાવેલી ચીજો પછી કુંવારીકા અથવા ગાયને ખવડાવવી.

આ વિધિ થયા પછી કુટુંબીઓને જમાડવામાં આવે છે અને ચીજો ટપવી નહીં.

ગોત્રીજ વિધિ વિશે માહિતી

ગોત્રીજ વિધિ

પ્રથમ દીકરાના ગોત્રીજમાં ૧૦ શેર જુવારનો ખીચડો તથા ૧૦ સવા શેર ઘઉંના લોટની લાપસી (કંસાર) બનાવવામાં આવે છે.

ગોત્રીજ સામાન્ય રીતે રવિવાર અથવા મંગળવાર જેવા દિવસે કરવામાં આવે છે.

ખીચડા અને લાપસીના તપેલાની બહાર ચારેબાજુ કુંકુમના ચાંદલા કરવા. પાણીચારે દીવો કરીને લાપસીના કોળીયા મુકવા અને દીકરાને દીવે પગે લગાડવો.

પછી દરેક દીકરામાં પા શેરનો ખીચડો તથા પા શેરની લાપસી થાય છે.

પ્રથમ દીકરીના પણ ગોત્રીજ થાય છે. તેમાં સવા પાંચ શેરનો ખીચડો તથા પા શેરની લાપસી બનાવવામાં આવે છે. બીજી દીકરીઓમાં ગોત્રીજ થતા નથી. દરેક પ્રસંગે વિધિ ઉપર મુજબ કરવાની છે.

નોધ: વર્તમાન સમયમાં શુકુનની લાપસી અને ખીચડો બનાવવામાં આવે છે. બાકીની રકમ મુજબ મીઠાઈ અથવા પેંડા લઈને કુટુંબમાં વહેંચવામાં આવે છે.

નળંદને પા પીયરના અને પા સાસરીયાના એક લીલું પીસ મુકીને પગે લગાડવાના અને બધો કર દીકરીને આપવાનો.

વાળ ઉતારવાની વિધિ વિશે માહિતી

વાળ ઉતારવાની વિધિ

દીકરા અથવા દીકરીના વાળ ઉતારવાની વિધિ વખતે અહીં વાળ ઉતારવામાં આવે છે. વાળ ઉતારતી વખતે બાળકને મામા અથવા ફેબાના ખોળામાં બેસાડીને વાળ ઉતારવામાં આવે છે.

વાળ ઉતારતા પહેલાં મંડપની માટી અથવા પંચામૃત સાથે ચોળવાનું હોય છે. પછી બાળકને નવડાવીને માથે સાથીયો કરવામાં આવે છે.

મામાના ઘરે વાળ ઉતારવા જતા સમયે શક્તિ પ્રમાણે એક જોડ કપડાં અથવા જે આપવું હોય તે આપવાનું હોય છે.

મોટા લોકોને પગે લાગી આશીર્વાદ લેવા.

પછી ઘી ના મણ પ્રમાણે લાપસી બનાવવાની અને પાણીયારે દીવો કરીને બાળકને પગે લગાડવાની વિધિ કરવામાં આવે છે.

અંબાજી માં ના નિવેદ

મહા સુદ ૮ ના નિવેદમાં સવાશેર (૧) ધી (૬૦૦) ગ્રામ થાય તેની સુખડી અથવા લાપસી વરા પ્રમાણે કરવાની અને બીજુ ધી પુનમા સુધી વાપરવાનું અને જે વારે નવરાત્રી બેસે એના આઠ દીવસે નિવેદ થાય છે.


શ્રી અંબાજી માતા ના મઢે દર મહીના ની પુનમે પ્રસાદી થાય છે. | મહા મહીના ની નવરાત્રીએ નવમા નોરતે હવન થાય છે. | મકરસંકાતી ના દીવસે રોટલા અને રીંગણા નું શાક થાય છે.